ગીર-ગઢડાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો - rain
ગીરગઢડા: રાજ્યમાં મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર જળબંબાકાર થયો છે. ગીર-સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ પડ્યો છે. જેને લઈ નજીક આવેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. દ્રોણેશ્વર ગુરુકુલ દ્વારા આવતીકાલે જળઝીલણીના કાર્યક્રમ સ્થળ પર પણ પાણી ફરી વળ્યું છે. પૂરનું પાણી પટમાં બનાવેલ કાર્યક્રમ માટે બનાવેલો ડોમ પણ વરસાદી પાણીમાં ડૂબ્યો હતો.