લોકડાઉનની અમલવારી માટે પોલીસ લેશે ડ્રોનની મદદ - ડ્રોનની મદદ
અરવલ્લી : જિલ્લામાં પોલીસ દ્વારા લોકડાઉનની અમલવારી કરવામાં આવી રહી છે. જોકે લોકો કોઈને કોઈ બહાને ઘરની બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. લોકો શેરી મહોલ્લામાં ટોળા વળીને ઊભા રહે છે અને જ્યારે પોલીસની ગાડી આવે ત્યારે નાશી જાય છે. જેથી પોલીસ હવે આવા તત્વોનું મોનીટરીંગ ડ્રોન મારફતે કરી તેમને આઈડેન્ટિફાય કરી કાયદેસરની કાર્યવહી કરશે.