બાળકોએ દિવાલો પર ચિત્ર દોરી "વૃક્ષ બચાવો, વરસાદ લાવો"નો સંદેશો આપ્યો
અમદાવાદ: સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ અંગેની ચિંતા કરી રહ્યું છે, ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃક્ષ પ્રેમી યુવા ગ્રુપ અને પરવરીશ કલબ દ્વારા બાળકોના હાથે ચિત્રકળાનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં નાના બાળકોએ ચિત્ર દોરીને સમગ્ર દેશને "વૃક્ષ બચાવો, વરસાદ લાવો અને પર્યાવરણ બચાવવા"નો ખાસ સંદેશ આપ્યો હતો. નાના બાળકો દ્વારા ઘાટલોડીયાની જાહેર દીવાલો પર "વૃક્ષ બચાવો,પર્યાવરણ બચાવો અને વરસાદ લાવો" અભિયાન એક ખાસ ચિત્રકળાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ વરસાદની ઘટ છે અને શા કારણે વરસાદની ઘટ થાય છે તે કારણ દર્શાવ્યું હતું. વધુ વૃક્ષ અપલોડ કરો અને પછી જુઓ વાદળાઓ લાઈક કરવા આવશે તેવા મેસેજ સાથે વધુને વધુ વૃક્ષો વાવવાની વાત કરી હતી. આ સાથે જ બાળકો દ્વારા પર્યાવરણ બચાવવાની પણ એક અનોખી ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં નાના બાળકોએ સમગ્ર વિશ્વને અને સમાજને વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવોના મેસેજ સાથે ચિત્રકળા પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો.