વડોદરામાં કેબલ નાખતાં ડ્રેનેજમાં ભંગાણ, 10 દિવસથી સ્થાનિકોને ભારે હાલાકી - વડોદરા ન્યૂઝ
વડોદરાઃ શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલા જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા પાસે એક ખાનગી ટેલિકોમ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન ત્યાંથી પસાર થતી ડ્રેનેજ લાઈન તોડી નાખી હતી. જેના કારણે ચારેબાજુ ડ્રેનેજના ગંદા પાણી ભરાયા છે. છેલ્લાં 10 દિવસથી ત્યાં આ રીતે ગંદા પાણી ભરાતું હોવા છતાં કોર્પોરેશનના તંત્રએ ઊંઘ ઉડી નથી. આ મામલે કોર્પોરેટરે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી અને ખાનગી ટેલિકોમ કંપનીને દંડ કરવાની સાથે તેમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ઉલ્લેખનીય છે કે, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા પાસે એક ખાનગી ટેલિકોમ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલતી હતી. છેલ્લાં 10 દિવસથી આ રીતે ડ્રેનેજના પાણી ત્યાં ભરાયા કરે છે, પરંતુ ખાનગી ટેલિકોમ કંપનીના લોકો પણ કોઈ સમસ્યા સામે આંખ બંધ કરી રહ્યાં છે.