કોરોના વાઇરસને લઈને રમજાનમાં વિશેષ કાળજી રાખવા ડોક્ટર શાહિદ મલીકે કરી અપીલ - Ahmedabad News
અમદાવાદઃ વિશ્વમાં પવિત્ર રમઝાન માસની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે ભારતમાં પણ 25 એપ્રિલથી રમઝાનની શરૂઆત થવા જઇ રહી છે. કોરોના વાઇરસને લઈને રમજાનમાં શુ ધ્યાન રાખવુ જોઇએ તે વીશે એક ડોક્ટરે જણાવ્યું હતું કે આવા સમયમાં ફક્ત સરકારની જ જવાબદારી નથી પરંતુ એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સનું ખૂબ જ મક્કમતાથી પાલન કરવું જોઈએ. ઇફતારી ઘરે જ કરવી જોઈએ. શાકભાજી તેમજ ફળોને લાવ્યા બાદ તેને દસ મિનિટ સુધી ખાવાના સોડાવાળા પાણીમાં ડભોડા બાદ જ તેને વાપરવા જોઈએ. સંપૂર્ણ વિશ્વની મસ્જિદો જ્યારે બંધ છે મક્કા અને મદિના પણ બંધ છે ત્યારે વાતની ગંભીરતા સમજીને આપણે નમાજ પણ ઘરે જ અદા કરવી જોઈએ
Last Updated : Apr 24, 2020, 10:36 PM IST