હવે શ્વાનને પણ લાગ્યો પાણીપુરીનો ચસ્કો! જુઓ વીડિયો - dogs eating pani puri video
અરવલ્લી: બજારમાં મળતી પાણીપુરી સ્વાસ્થ્ય માટે કેટલી 'સુરક્ષિત' છે તેના આપણને અવારનવાર પૂરાવા મળતા જ હોય છે. અનેકવાર ડૉક્ટર્સ દ્વારા બહારનું ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવી ચેતવણી આપવામાં આવતી હોવા છતા પણ લોકોને પાણીપુરીનો મોહ છુટતો નથી. ત્યારે અરવલ્લી જિલ્લાના સાઠંબામાં એક પાણીપુરીની રેંકડી પર કેટલાક શ્વાનોએ તરાપ મારી તેનો આ સ્વાદ માણી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. શ્વાનોની આ મિજબાની પર દુકાનદારનું ધ્યાન જતા તેણે તેમને ભગાડી તો મૂક્યા, પરંતુ મોંઘવારીમાં નુકસાન સહન કરવાનો તેનો કોઇ ઇરાદો ન હોવાથી શ્વાનોએ સુંઘેલી અને ચાખેલી પુરીઓ પણ ફરી દુકાનમાં ગોઠવી દીધી.
Last Updated : Aug 19, 2020, 7:03 PM IST