ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાલમાં ભરૂચના તબીબો પણ જોડાયા - Ayurvedic doctors
ભરૂચઃ દેશમાં કૃષિ સુધારા બિલને પગલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ સરકારના આયુર્વેદિક તબીબોને સર્જરીની મંજૂરીના નિર્ણયનો વિરોધ ઉઠવી રહ્યા છે. દેશભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. જે દેશવ્યાપી હડતાલમાં ભરૂચ જિલ્લા અને શહેરના તબીબો પણ જોડાયા હતા અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને આ બિલ પરત ખેંચવામાં આવે તેવી માગ કરી છે. જો કે તબીબોએ ઈમરજન્સી અને કોવિડ સેવા સિવાયની તમામ ઓપીડી બંધ રાખી હતી અને દર્દીઓને અગવડ નહિ પડે તેની ખાસ કાળજી રાખી હતી.