દ્વારકાધીશ જગત મંદિર ખાતે 2 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી કોવિડ ગાઈડ લાઈન મુજબ ઉજવાશે દિવાળીનો તહેવાર - કોવિડ ગાઈડ લાઈન મુજબ ઉજવાશે દિવાળીનો તહેવાર
દ્વારકાધીશ જગત મંદિર ખાતે (Diwali to be celebrated at Dwarkadhish Jagat Mandir) તારીખ 2 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી દિવાળી તહેવાર ઉજવાશે. તો સાથે જ શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર રહેશે. તારીખ 2 નવેમ્બર વાઘબરસ અને 3 નવેમ્બર ધનતેરસના દિવસે નિત્યક્રમ મુજબ શ્રીજીના દર્શન રહેશે. તારીખ 4 નવેમ્બર દીપાવલીના દિવસે નિત્યક્રમ મુજબ શ્રીજીના દર્શન બાદ બપોરે 1 વાગ્યે અનોસર બંધ, ત્યાર બાદ ઉત્થાન દર્શન 5 વાગ્યે, 8 વાગ્યે હાટડીના દર્શન બાદ રાત્રે 9:45એ અનોસર બંધ. તારીખ 5 નવેમ્બર નૂતન વર્ષના દિવસે સવારે 6 વાગ્યે મંગલા આરતી બાદ નિત્યક્રમ મુજબ શ્રીજીના દર્શન રહેશે, બાદ બપોરે 1 વાગ્યે અનોસર બંધ, 5થી 7 વાગ્યા સુધી અન્નકૂટ દર્શન બાદ રાત્રે 9:45 વાગ્યે અનોસર બંધ. તારીખ 6 નવેમ્બર ભાઈ બીજના દિવસે સવારે 7 વાગ્યે મંગલા આરતી બાદ નિત્યક્રમ મુજબ શ્રીજીના દર્શન રહેશે.