જામનગરમાં અલિયાબાડા ખાતે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો - JAMNAGAR NEWS
જામનગર: દેશભરમાં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અલિયાબાડામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજ્યના પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કલેકટર રવિશંકર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.