વીરપુરમાં છેલ્લા 15 વર્ષથી થાય છે છાસનું વિતરણ - વીરપુરમાં જન્મ જયંતી નિમિત્તે છાશ વિતરણ
વીરપુરઃ જલારામ ધામ ખાતે જલારામ બાપાની 202મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવાઈ હતી. જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે દેશ-વિદેશના ભાવિક ભક્તો બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં, ત્યારે વીરપુરમાં પુજ્ય જલારામબાપાની ત્યાં જેતપુરના વાડસડા ગામના ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવક મંડળ દ્વારા છેલ્લા 15 જેટલા વર્ષથી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે છાશ વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે.