અમદાવાદમાં વડાપ્રધાન મોદીનું જીવન દર્શાવતી મુદ્રાઓનું પ્રદર્શન યોજાયું - ahmedabad today news
અમદાવાદઃ વડાપ્રધાન મોદીના જીવનકાળ અને વર્તમાન સમયમાં વડાપ્રધાન બન્યા બાદ તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોની પ્રશંસા કરતી લાક્ષણીક મુદ્રાઓની પ્રદર્શની કાર્યક્રમ કાંકરિયા અટલ એક્સપ્રેસ ખાતે યોજવામાં આવ્યું હતો. જેનું ઉદ્ધાટન અમદાવાદ ભાજપ ઉપ-પ્રમુખ આઈ. કે જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. અટલ એક્સપ્રેસ સ્ટેન્ડ બહાર વડાપ્રધાન મોદીની ભવ્ય પ્રદર્શની મૂકવામાં આવી હતી ત્યારબાદ અટલ સ્ટેન્ડની અંદર અલગ અલગ પ્રદર્શની મૂકવામાં આવી હતી જેમાં મોદીને સંકટમોચકથી લઈને ન્યુ ઈમર્જિંગ મેન ઓફ ઈન્ડિયા ગણાવવામાં આવ્યા હતા. એક રાષ્ટ્ર, એક ટેક્સ, એક બજાર, એક ગ્રિડ, એક બંધારણ, દેશની સંસ્કૃતિની ગર્વથી બતાવે છે, આઈ.કે જાડેજા દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું અને સ્કુલના બાલકો દ્વારા વડાપ્રધાન મોદી અને તેમની ઉપલબ્ધીને લઈને મૂકવામાં આવેલી લાક્ષણીક મુદ્રોઓ વિધાર્થીઓએ નિહાળી હતી અને વડાપ્રધાન મોદી વિશે વધું જ્ઞાન મેળવ્યું હતું.