વડોદરામાં વિસ્થાપિતોને બિલ્ડરે આપેલા ભાડાના ચેક રિટર્ન થતાં બિલ્ડર વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ - વડોદરામાં વિસ્થાપિતોના ચેક રિટર્ન થતાં મુશ્કેલીમાં મુકાયેલા
વડોદરા : 3 વર્ષ અગાઉ શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી સંજય નગર વસાહતને પાલિકાએ દૂર કરી ત્યાં મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તદુપરાંત વિસ્થાપિતોને ત્યાં જ મકાન આપવામાં આવશે તેમજ જ્યાં સુધી મકાન ન બને ત્યાં સુધી ભાડા પેટે રૂપિયા બે હજાર આપવાની જાહેરાત કરી હતી. ત્યારે શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા સંજયનગરના વિસ્થાપિતોને બિલ્ડરે આપેલા ભાડાના ચેક રિટર્ન થતાં મુશ્કેલીમાં મુકાયેલા રહીશોએ વારસિયા પોલીસ મથકે પહોંચી બિલ્ડર વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી કાયદેસરના પગલાં ભરવા માંગ કરી હતી.