ભારે વરસાદ વચ્ચે પણ જામનગરમાં લોકોએ ગણપતિ વિસર્જન કર્યું - Dismantling of ganesha statue
જામનગરઃ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દુંદાળા દેવ ગણપતિ ઉત્સવમાં લોકો જોડાયા છે. જો કે આ વર્ષે બાપ્પાના ભક્તોએ ગણેશ સ્થાપના પડાલમાં કરી નથી. પણ ઘરમાં જ ભક્તોએ ગણેશ સ્થાપના કરી છે. ગણેશ સ્થાપનાને આજે ત્રીજો દિવસ છે, ત્યારે શહેરીજનો ગણપતિ વિસર્જન કરી રહ્યા છે. જામનગર શહેરમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જોકે બાપાના ભક્તો આજે પણ ગણેશ વિસર્જન કરવા માટે નદીએ પહોંચ્યા છે અને અહીં ભક્તિભાવપૂર્વક બાપાને વિદાય આપી રહ્યા છે. જામનગર સમાણા જતા વચ્ચે બેઠો પુલ આવે છે, ત્યાંથી નદીનું પ્રવાહ પણ પુષ્કળ પ્રમાણમાં વહી રહ્યો છે. તો ગણેશ ભક્તોની ગણપતિ વિસર્જન કરવા માટે આવી રહ્યા છે.