જામનગરમાં લોનના ફોર્મ વિતરણ ન થતા લોકોમાં નિરાશા - jamnagar latest updates
જામનગર: ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે લોકોને આર્થિક પગભર થવા એક લાખની લોન સહકારી બેંક મારફતે આપવા જાહેરાત કરી હતી. અને 21મીથી આ લોન માટેના ફોર્મ વિતરણ કરવાનું જાહેરાત કરાતાં આજે જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપ બેંક સહિતની ચાર બેંક બહાર જરૂરિયાતમંદ લોકોએ લાઈનો લગાવી હતી.બીજી તરફ બેંકએ કાયદાની આંટી-ઘૂંટીના ગાણાં ગાઈ લોન તો ઠીક, લોન માટેના ફોર્મ પણ વિતરણ ન કરતાં લોકો નિરાશ બન્યા હતાં.