યુવતીના મોત મામલે SC/ST કમિશનના ડાયરેકટરે કલેકટર અને એસ.પી સાથે બેઠક યોજી - Aravalli latest news
અરવલ્લી: જિલ્લાના સાયરા ગામમાં ઝાડ પર યુવતીની લટકતો મૃતદેહ મળ્યા બાદ લોકોએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. જેના પગલે એસ.સી/ એસ.ટી કમિશનના ડાયરેકટર રાજીવકુમારે જિલ્લા મથક મોડાસાની મુલાકાત લીધી હતી. કમિશનના ડાયરેકટર રાજીવકુમારે કલેકટર અને પોલીસ વડા સાથે બેઠક યોજી ઘટના અંગે તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત તેમણે મૃતક યુવતીના પીડિત પરિવારને રૂ.4.25 લાખની સહાય ચૂકવી હતી. તેમણે જણાવ્યું હતુ કે, તેમની આ સમગ્ર ઘટનાક્ર્મ પર નજર છે. તેમજ દોષીતોને છોડવામાં નહીં આવે.