વડોદરાના વાઘોડિયામાં દીપડાનો આતંક, દીપડાએ પશુનું કર્યું મારણ - દીપડાએ પશુનું કર્યું મારણ
વડોદરાઃ જિલ્લાના વાઘોડિયા તાલુકાના વસવેલ ગામે દીપડાની મોજુદગીના ચિહ્નો મળતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. આ વિસ્તારની આસપાસ દીપડાએ વાછરડીનું મારણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ઝાડ સાથે બાંધેલી વાછરડીનું મારણ દીપડાએ કર્યું હતું. જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા પાંચ માહિનામાં અનેક વારઆ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, એકાએક દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.