મોરબી RTO નજીકના પુલની જર્જરિત હાલત, જલ્દી સમારકામ માટે માગ - મોરબી ન્યુજ
મોરબીઃ બાયપાસ પર આર.ટી.ઓ કચેરી પાસે આવેલો પુલ ઘણા સમય પહેલા જર્જરિત થઈ ગયો હતો. એવામાં વધારે પડાતા વરસાદને લીધે પુલની હાલત વધારે જોખમી બની છે. આ પુલ પર ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાનો દહેશત છે.આથી જવાબદાર તંત્ર વહેલી તકે આ પુલનું યોગ્ય સમારકામ કરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. પુલની હાલત જોખમાી હોવાથી ગમે ત્યારે તુટી શકે છે અને દુર્ઘટના પણ ઘટી શકે છે. જેથી રહિશો દ્વારા માગ કરવામાં આવી રહી છે પુલનું સમારકામ જલ્દી કરવામાં આવે.