બનાસકાંઠા જિલ્લામાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - કેબિનેટ પ્રધાન
બનાસકાંઠાઃ જિલ્લામાં ગુરુવારથી ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેબિનેટ પ્રધાન દિલીપભાઈ ઠાકોરની અઘ્યક્ષતામાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કર્યું છે. જિલ્લામાં 745 ગામોમાં આ સેવાનો લાભ લોકોને મળતો થઈ જશે. ડિજિટલ સેવા સેતુના માધ્યમથી 22 જેટલી સેવાઓનો લાભ ગ્રામજનો ઘરઆંગણે જ લઇ શકશે. ગ્રામીણ વિસ્તારના લોકોને રોજબરોજની સેવા તેમજ જરૂરી પ્રમાણપત્રો માટે તાલુકા કે જિલ્લા મથકે નહીંં જવું પડે. તે માટે મુખ્ય પ્રધાને 3500 ગ્રામપંચાયતમાં આ સેવાનું ઇ લોકાર્પણ કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામે કેબિનેટ પ્રધાન દિલીપભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં ડિજિટલ સેવાનો પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમથી વચેટિયા પ્રથા બંધ થઇ જશે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહાર નહીં જવુ પડે. નાનામાં નાના ગામમાં હવે ઓનલાઇન 22 સેવાઓ માટે હવે ગામડાના લોકોએ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. બનાસકાંઠા જિલ્લામાં આજે ગુરુવારેથી 745 ગામોમાં આ સેવાની શરૂઆત કરાઈ છે. 10-20 કિલોમીટર દૂર તાલુકા મથક કે શહેરોમાં જઇને વિવિધ પ્રકારના દાખલા કઢાવવા માટે સમય અને પૈસાનો જે ખર્ચ થતો હતો તે પણ બચી જશે જેથી લોકો સરકારની આ સુવિધાને આવકારી રહ્યા છે.