હળવદના દીઘડીયા ગામે દિપડાના સગડ મળતા વનવિભાગ એક્શનમાં આવ્યું - દીઘડીયા ગામમાં દિપડો
મોરબી: હળવદ પંથકમાં ગત 6 દિવસથી વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં દિપડાના સગડ તો દેખાય છે, પરંતુ હકીકતે અત્યાર સુધી કોઈએ દિપડાને જોયો નથી. વનવિભાગ દ્વારા દિપડાના સગડને પગલે વિવિધ સ્થળે પાંજરા મુકવામાં આવી રહ્યાં છે. હળવદ તાલુકાના ચરાડવા, ઘનશ્યામપુર અને પલાસણ બાદ હવે દીઘડીયા ગામે દિપડાના સગડ જોવા મળતા વનવિભાગની ટીમ તપાસ અર્થે દીઘડીયા દોડી આવી અને દિપડાને પકડવા પાંજરૂ મુક્યું છે.