જૂનાગઢમાં દિગંબર સાધુએ દુંદાળા દેવને આપી ભવ્ય વિદાય - grand farewell
જૂનાગઢઃ ભવનાથ તળેટીમાં દિગંબર સાધુ દ્વારા ગણેશજીની સ્થાપન કરવામાં આવી હતી. સામાન્ય રીતે દિગંબર સાધુને શિવના સૈનિક તરીકે માનવામાં આવે છે, ત્યારે શિવના સૈનિક ગણાતા દિગંબર સાધુએ શિવ પુત્ર ગણેશની આસ્થા સાથે સ્થાપના કરી હતી. ગીરી તળેટીમાં 11 દિવસ સુધી વિઘ્નહર્તા દેવનું ભજન અને સ્તુતિ કરી દિગંબર સાધુઓ દ્વારા ગણેશની વાજતેગાજતે શોભાયાત્રા કાઢી અને શિવ પુત્ર ગણેશને વિદાય આપી હતી. સાથે જ આવતા વર્ષે ફરી વહેલા પધારવાનું નિમંત્રણ આપાયું હતું.