ગણેશ ચતુર્થીને ધ્યાને રાખી અમદાવાદમાં બની રહ્યા ખાસ ચોકલેટના ગણપતિ - ચોકલેટના ગણપતિ
અમદાવાદ : શિલ્પાબેન ભટ્ટે ચોકલેટ ના અલગ-અલગ પ્રકારના ગણપતિ બનાવ્યા હતા.તેનું કહેવું છે કે, તેઓ એક વખત સવારે ચાલવા નીકળ્યા હતા. ત્યારે નદી કિનારે POPના ગણપતિની દુર્દશા જોઈને તેને ચોકલેટના ગણપતિ બનાવવાનો વિચાર આવ્યો. ચોકલેટના ગણપતિ બનાવવાથી પોલ્યુશન થતું નથી. તેમજ ગણપતિની મૂર્તિ ને પાણીમાં પધરાવવાથી ગંદકી પણ થતી નથી. તેમજ જે ચોકલેટમાંથી બનાવેલા ગણપતિ છે. તે દૂધમાં ઓગાળીને પી શકાય છે. આવી ઉત્તમ વિચારસરણી સાથે તેમણે ચોકલેટના ગણપતિ રજૂ કર્યા હતા.
Last Updated : Aug 29, 2019, 8:27 PM IST