આર્થિક સંકડામણના કારણે સુરતના હીરા દલાલે ઝેરી દવા ગટગટાવી - Diamond brokered drug brokerage
સુરતઃ કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરા દલાલીનું કામ આધેડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. શેત્રુજય એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ વલ્લભ વરિયા હીરા દલાલીનું કામ કરે છે તેઓએ પારસ પોલીસ ચોકી પાસે આવેલા જુના કિલ્લામાં જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ રહીશો પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા ત્યાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં આ મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Feb 21, 2020, 4:17 PM IST