ધોરાજી સ્ટેશન રોડ નું નામ સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ નામ આપવામાં આવ્યું - congressmla
રાજકોટ : ગુજરાતનાં છોટે સરદાર અને ખેડૂત નેતા અને પોરબંદરના સાંસદ રહી ચુકેલા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા કે જેને રાજનીતિની શરૂઆત ધોરાજી થી કરી હતી. આજે ધોરાજી શહેરના રેલ્વે સ્ટેશન થી ગેલેક્સી ચોક સુધીના માર્ગ ને સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ નામ આપવામાં આવ્યું છે.જેમાં ગુજરાત રાજયના કેબીનેટ પ્રધાન જયેશ રાદડીયા અને લલિત વસોયાના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા, ઉપલેટા ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.