ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ત્રીજી વખત ઑવરફલો - ગુજરાતમાં ભારે વરસાદ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બે દિવસથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળીધજા ડેમમાં પાણીની આવક થતા ડેમ ત્રીજી વખત ઑવરફ્લો થયો છે. જોડિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ઑવરફ્લો થતા તેનું પાણી ભોગાવો નદીમાં વહેતું થયું હતું. જેના પગલે ભોગાવા નદીના કાંઠા વિસ્તારના ગામને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે. આ ઉપરાંત ભોગાવા નદીના કૉઝવે પુલ પર વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.