અમરેલીના ઠેબી ડેમ ખાતે પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નવા નીરના કર્યા વધામણા - પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નવા નીરના કર્યા વધામણા
અમરેલી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે નમામિ દેવી નર્મદા અંતર્ગત મંગળવારે અમરેલી ખાતે અમરેલીના પ્રભારી ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ ઠેબી ડેમના નિરના વધામણા કર્યા હતાં. અમરેલીની જનતાની જીવાદોરી સમાન ઠેબી ડેમના નિરના વધામણા કરવા જિલ્લા પ્રભારી અને રાજ્યના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા, સાંસદ નારણ કાછડીયા સહિતના આગેવાનો તેમજ અધિકારીઓએ ડેમ સાઈટ ઉપર જઈ ઠેબી જલના વધામણા કર્યા હતા. જોકે હાલ આ જળાશયમાં માત્ર 20 ટકા જ પાણી છે. ત્યારે સૌની યોજના દ્વારા ઠેબી ડેમ, મુજીયાસર ડેમ, વડી ડેમ અને ખોડિયાર ડેમમાં ઠાલવવામાં આવશે.