ભગવાન દ્વારકાધીશની આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં આવશે - devbhumi dwarka corona update
દેવભૂમિ દ્વારકા: ભગવાન દ્વારકાધીશની આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરને મૌખિક રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર નરેન્દ્ર મીનાએ સોશિયલ ડિસટન્સની સાથે ટ્રાયલ બેઝ પર ભગવાન દ્વારકાધીશની મુખ્ય ચાર આરતી દરમિયાન ભક્તોને આવવાની છૂટ આપી છે. જો કે, આ અંગે જિલ્લા કલેકટર દ્વારા કોઈપણ જાતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. જિલ્લામાં કોરોનાના 64 જેટલા એક્ટિવ કેસ છે.