શરદપૂર્ણિમા પર ડાકોરમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું - ડાકોરમાં રણછોડરાયજીને દુર્લભ રત્નો જડિત પ્રાચીન મુગટ ધારણ કરાયો
ખેડાઃ શરદ પૂર્ણિમાને લઈને દર્શન માટે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. શરદપૂનમ નિમિત્તે આજે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીને દુર્લભ રત્નો જડિત પ્રાચીન મુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો.જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શનના સમયમાં વધારો કરવા સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ટેમ્પલ કમિટી દ્વારા સિક્યુરીટી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.