ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં રહેતા બિહારના લાખો લોકોએ છઠ પર્વની મહાપૂજા કરી - ChhathPuja news

By

Published : Nov 21, 2020, 7:53 AM IST

સુરત: શહેરમાં રહેતા બિહારના લાખો લોકો છઠ પર્વની મહાપૂજા કરતા જોવા મળ્યા હતા. કોરોના કાળના કારણે આ વખતે જાહેરમાં છઠપૂજાની અનુમતિ પ્રશાસન દ્વારા આપવામાં આવી ન હતી.જેથી લોકોએ પોતાના ઘરે અથવા તો ઘરની આગાસી પર જઈ સૂર્યાસ્ત થતાં સૂરજને જળ અર્પણ આપ્યું હતું અને સહ પરિવાર પૂજા-અર્ચના કરી હતી.સુરતની વાત કરવામાં આવે તો અહીં આઠ લાખથી વધુ બિહાર અને ઝારખંડ સમાજના લોકો રહે છે અને દર વર્ષે બિહાર અને ઝારખંડ ની જેમ લોકો છઠ મહાપર્વ ઉજવતા હોય છે પરંતુ આ વખતે કોરોના કાળ ના કારણે લોકોએ ઘરે જ પૂજા-અર્ચના કરી હતી.તાપી નદી અથવા કોઈ સાર્વજનિક સ્થળો પર જવા કરતા લોકોએ ઘરે જ છઠ્ઠી મૈયા ની પૂજા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details