વડોદરા : આઠમા નોરતે આદ્યશક્તિની આરાધના માટે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું - Navratri celebrations in Vadodara
વડોદરા : નવરાત્રિ પર્વે મા આદ્યશક્તિની આરાધના કરવા માઇ મંદિર દર્શન કરવા જાય છે, પરંતુ વૈશ્વિક કોરોનાની મહામારીના લીધે આ વખતે મંદિરો ખાતે માતાજીની મૂર્તિ પર ફૂલ, નાળિયેર તેમજ માતાજીની પ્રતિમાને અડકી પણ નહીં શકાય. જેને લઇને ભક્તો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે શનિવારના રોજ વડોદરાના માંડવી ખાતે મેલડી માતા અને અંબે માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી પહોંચ્યા હતા. મંદિર પ્રશાસન દ્વારા સેનિટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ભક્તોએ મા આદ્યશક્તિને કોરોના મહામારી દૂર કરવા માટે પ્રાર્થના કરી હતી.