દેવભુમી દ્વારકા પોલીસે ભૃણ હત્યા અટકાવવાના સોગંધ લીધા - latest news of devbhumi dwarka
દેવભુમી દ્વારકાઃ પોલીસે નવરાત્રી દરમિયાન સ્ત્રી શક્તિને સન્માન આપી સ્ત્રી ભૃણ હત્યા અટકાવવાના સોગંધ લીધા હતાં. નવરાત્રી મહોત્સવ એટલે સ્ત્રી શક્તિની પૂજા અર્ચના, શક્તિ એટલે સ્ત્રી, સ્ત્રીના માન સન્માનને મહત્વ આપવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વહીવટીતંત્ર દ્વારા ખંભાળિયામાં ચાલતા નવરાત્રી ઉત્સવ દરમિયાન જિલ્લા પોલીસ વડાની હાજરીમાં તમામ પોલીસ કર્મચારીઓએ ભૃણ હત્યા અટકાવવાના સોગંધ લીધા હતાં.