દ્વારકામાં ગાંધી સંકલ્પ યાત્રાનું કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં સમાપન - Devbhumi dwarka Newss
દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં ગાંધી સંકલ્પ યાત્રા સમાપન થયું છે. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન દ્વારા શનિવારના રોજ દ્વારકા ખાતે ગાંધી સંકલ્પ યાત્રા સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં દ્વારકા અને જામનગર જિલ્લાના ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.