દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે કહ્યું, જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુની અછત નહીં થાય - Devbhumi Dwarka news
દેવભૂમિ દ્વારકા: જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની દહેશતને પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત પડશે નહીં. તેમણે લોકોને અપીલ કરી હતી કે, લોકોએ વધારે પ્રમાણમાં પુરવઠો ખરીદવો નહીં અને ઓછામાં ઓછા લોકો ખરીદી કરવા નીકળે તેવી લોકોને અપીલ કરી હતી.