અરવલ્લી: અખિલ ભારતીય કિસાન સભા દ્વારા કૃષિ બિલનો વિરોધ કરે તે પહેલા આગેવાનની અટકાયત - Indian Farmers' Association
અરવલ્લીઃ કૃષિ વિધેયકના વિરોધમાં દેશવ્યાપી ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા માટે જિલ્લામાં અખિલ ભારતીય કિસાન સભા દ્વારા પ્રતિક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, પોલીસના આઇ.બી વિભાગને આ અંગેની જાણ થતા ભારતીય કિસાન સભાના આગેવાન ડાહ્યા જાદવને ડીટેઇન કરવામાં આવ્યાં હતા. ડાહ્યા જાદેવે તેમની અટકાયતને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને દેશની વર્તમાન સ્થિતીને અઘોષિત ઇમરજન્સી તરીકે ગણાવી હતી.