ગીર સોમનાથમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધ માટે એકઠા થયેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત
ગીર સોમનાથઃ જિલ્લાનું મુખ્યમથક વેરાવળમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે વિરોધ કરવા એકઠા થયેલા કોંગ્રેસના 40 જેટલા કાર્યકરોની જાહેરનામાના ભંગ બદલ વેરાવળ પોલીસે અટકાયત કરી હતી. એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેરોજગારીને લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાતા સરકાર વિરુદ્ધ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોએ થાળી વેલણ વગાડી વિરોધ કરવા એકઠા થયા હતા, જો કે વેરાવળ પોલીસે કલમ-144ના જાહેરનામાના ભંગ બદલ તેઓની અટકાયત કરી હતી.