ઈડર પોલીસે બન્ને જૈનાચાર્યની અટકાયત કરી - ઈડરના તાજા સમાચાર
સાબરકાંઠા: ઈડરના બહુચર્ચિત જૈનાચાર્ય વ્યભિચાર મામલે શનિવારે સ્થાનિક પોલીસે બન્ને જૈનાચાર્યની અટકાયત કરી છે. અટકાયત કર્યા બાદ બન્નેને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની તપાસ માટે લઇ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇડરમાં 4 દિવસ અગાઉ જૈનાચાર્ય દ્વારા સુરતની મહિલા ઉપર વ્યભિચાર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે પોલીસે શનિવારે મંદિરથી બન્નેની અટકાયત કરી હતી. બન્ને જૈનાચાર્યની અટકાયત થતાં સમગ્ર જૈન સમાજ દ્વારા પોલીસના કામની પ્રશંસા કરવામાં આવી હતી.