વડોદરા : હાથરસ સામુહિક દુષ્કર્મ મામલે પૂર્વ મંજૂરી વગર રેલીનું આયોજન કરવા બદલ સામાજિક કાર્યકરની અટકાયત - Rally planning
વડોદરા : ઉત્તરપ્રદેશના હાથરસ સમુહિક દુષ્કર્મની ઘટનાને પગલે પૂર્વ મંજૂરી વગર રેલીનું આયોજન કરનારા વડોદરાના સામાજિક કાર્યકર મિતેશ પરમારની રાવપુરા પોલીસે અટકાયત કરી હતી. રવિવારે વડોદરા શહેરના સામાજિક કાર્યકર મિતેશ પરમાર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતેથી બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ રેસકોર્ષ સુધી ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામુહિક દુષ્કર્મનો વિરોધ કરવા માટે રેલી કાઢવાના હતા, પરંતુ પોલીસની પૂર્વ મંજૂરી વિના રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાને કારણે ગાંધીનગર ગૃહ ખાતેથી રાવપુરા પોલીસે સામાજિક કાર્યકર મિતેશ પરમાર સહિત 3 લોકોની અટકાયત કરી હતી.