દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 100 ટકા વરસાદ છતાં અમુક વિસ્તારોમાં થોડા દિવસ નહીં મળે પીવાનું પાણી - Khambhaliya Municipality
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં આ વર્ષે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેમ છતાં ખંભાળિયામાં આગામી 5 થી 6 દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઘી નદીમાં પુર આવ્યું હતું જેથી ડેમ ઓવરફ્લો થયો હતો. નદીના વહેણમાં ખંભાળિયા નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડની મુખ્ય લાઇન તણાઇ જવાથી છતે પાણીએ શહેરમાં 60 ટકાથી વધારે વિસ્તારમાં આગામી 5 થી 6 દિવસ સુધી પાણી વિતરણ કરવામાં નહીં આવે. ખંભાળિયાના ચીફ ઓફિસર ગઢવી સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેમણે આ માહિતી આપી હતી.