નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કિસાન સંઘ સાથે બેઠક યોજી, અનેક નિર્ણયો લેવાશે... - કૃષિપ્રધાન આર. સી. ફળદુ
ગાંધીનગરઃ ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ બુધવારના રોજ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કિસાન સંઘ સાથે બેઠક યોજી હતી. જેમાં કિસાન સંઘ દ્વારા પાકવીમા અને વીજળી સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં હતી. આ બેઠકમાં રાજય કૃષિપ્રધાન આર. સી. ફળદુ સહિત કિસાન સંઘના નેતાઓ હાજર રહ્યા હતા.