દાહોદમાં મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે લોકોનો ધસારો - લોકડાઉન
દાહોદઃ કોરોના વાઈરસના સંક્રમણને પગલે સ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના બીજા દિવસે જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદવા માટે લોકો માર્કેટમાં ઉમટી પડ્યા હતા. સવારે બજાર ખુલતાની સાથે માર્કેટમાં ઉમટેલા લોકો મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે ભીડભાડ સાથે કતારો લગાવેલી જોવા મળતા હતા. લોકોની પડાપડીના કારણે મેડિકલ સ્ટોર પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. રાજ્યભરમાં સોશિયલ ડિસ્ટેસ્નિગની ગોઠવાઇ રહી છે. ત્યારે દાહોદમાં લોકો આમ ટોળેટોળા વળી કોરોના વધુ ફેલાવવાને આમંત્રણ આપતા હોવાનું જોવા મળી રહ્યું છે. લોકો આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરતા એકબીજા વચ્ચે 1 મીટર જેટલી દૂરી બનાવીને માલ સામાનની ખરીદી કરે તે આવશ્યક છે. જેમાં બધાને સલામતી રહી શકે અને કોરોના વાઈરસને ફેલાતો અટકાવી શકાય.