ગુજરાત

gujarat

ETV Bharat / videos

Department of Ayurveda State Government: અંબાજીમાં રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું - Department of Ayurveda of the State Government

By

Published : Jan 7, 2022, 2:51 PM IST

રાજ્યમાં કોરોના અને ઓમીક્રોનના કેસમાં(Omicron case in Gujarat ) દિનપ્રતિદિન વધારો થતો જઈ રહ્યો છે.યાત્રાધામ અંબાજીમાં પણ કોરોના પોઝિટીવ કેસ આવવાની શરૂઆત થઈ છે. અંબાજી યાત્રાધામમાં અનેક વિસ્તારો માંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે યાત્રિકો સહીત સ્થાનિક લોકોમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારના આયુર્વેદ વિભાગ (Department of Ayurveda State Government)દ્વારા અંબાજી ખાતે રોગપ્રતિકારક લાઇવ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાનું પણ સાથે વિનામૂલ્ય વિતરણ શરુ કરવામાં આવ્યું છે. આજે સવાર થી શરૂ કરાયેલી આ વ્યવસ્થા 5 હજાર લોકોને પૂરી પડી શકાય તે રીતે ગોઠવણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details