અરવલ્લીમાં વહેલી સવારેે ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકોને હાલાકી - Aravalli news
અરવલ્લીઃ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાતા વાતારવારણમાં વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઉત્તરાયણ પર્વ બાદ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં આંશિક રાહત અનુભવ્યા બાદ ઉત્તરભારત, કાશ્મીર તરફથી ફૂંકાતા બર્ફીલા પવનોને પગલે સમગ્ર પંથકમાં બર્ફીલો માહોલ સર્જાયો હતો, સતત વાદળછાયા વાતાવરણથી વાઈરલ ઇન્ફેક્શન અને શ્વાસ સહિતની બીમારીમાં પ્રજાજનો સપડાવાનો ભય પેદા થયો હતો.