વડોદરા શહેરમાં ડેંગ્યુનો કહેર, બેનાં મોત - Dengue news
વડોદરા : સમગ્ર રાજય સહિત વડોદરા શહેરમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે. જેને લઈને દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. શહેરમાં ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ, ચિકનગુનિયા, મલેરીયા, કમળો જેવા રોગ વકરી રહ્યા છે. આ તમામ રોગ પાછળ કોર્પોરેશનની બેદરકારી જવાબદાર હોવાના આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે. કેમ કે, શહેરમાં ગંદકી છે, જેના કારણે મચ્છર થાય છે. અને મચ્છરો ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મલેરીયા જેવા રોગ ફેલાવે છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં ડેંગ્યુથી બે યુવકોના મોત થયા હતા. જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.