વડોદરા SSG હોસ્પિટલમાં ડેન્ગ્યુ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા - Latest news of Dengue Breeding
વડોદરા: શહેરમાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી SSG હોસ્પિટલમાં હાલ મરામત અને રીપેરીંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ સ્થળ પરથી ડેન્ગ્યુ મચ્છરના બ્રીડિંગ આરોગ્ય વિભાગની તપાસમાં મળી આવ્યા હતા. વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી નવી બિલ્ડીંગ અને મરામત કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામગીરી સમયે ઇમારતના કાટમાળમાં વરસાદ દરમિયાન પાણી ભરાયા હતા. અને આ જગ્યા પર ડેન્ગ્યુ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરીમાં SSG હોસ્પિટલમાં અલગ અલગ સ્થળો પર ડેન્ગ્યુ મચ્છરના બ્રીડિંગ મળી આવતા હોસ્પિટલને આ મામલે યોગ્ય કામગીરી કરી દવાનો છાંટકાવ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ SSG હોસ્પિટલ તરફથી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ના હતી. જેને કારણે હોસ્પિટલમાં અને હોસ્પિટલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.