ભરૂચના ભોલાવમાં ડેન્ગ્યુનો કહેર, ગ્રામજનોએ કચેરી પર કર્યો હલ્લાબોલ - bholav dengue cases
ભરૂચ: ભરૂચમાં વરસાદી માહોલ બાદ ડેન્ગ્યુ અને ચીકનગુનીયાનાં કેસ જોવા મળી રહ્યા છે તો શહેરની નજીક આવેલા ગામોમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો છે. ભરૂચ શહેરને નજીક આવેલ ભોલાવ ગામમાં પણ ડેન્ગ્યુનાં ૨૦ જેટલા કેસ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેને લઇને ભોલાવનાં ગ્રામજનોએ ગ્રામપંચાયત કચેરી પર હલ્લો મચાવ્યો હતો અને તલાટી મનોજ ચૌધરીને ઉગ્ર રજૂઆત કરી હતી. તલાટી કમ મંત્રી મનોજ ચૌધરીએ ગ્રામપંચાયત દ્વારા તમામ કામગીરી કરવામાં આવતી હોવાનો દાવો કર્યો છે.