ગુજરાત કોંગ્રેસનું 'ગુજરાતની રાજકીય ગાથા' પુસ્તક વિરુદ્ધ પ્રદર્શન - Ahmedabad Breaking News
અમદાવાદ: ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ગુજરાતની રાજકીય ગાથા પુસ્તકમાં ગોધરા કાંડા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરાવી હતી. ગુજરાત કોંગ્રેસની છબી ખરડાય તે પ્રકારે પુસ્તકમાં ખોટી માહિતી છપાઈ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત કોલેજ ખાતે ભાજપના ભગવાકરણની ચાલ વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક કાર્યકરો સાથે પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ કોંગ્રેસના કાર્યકરોએ તેમનો ઉગ્ર પ્રતિભાવ દર્શાવતા તાળા બંધી કરવા માટે હાથમાં તાળા સાથે દેખાવો કર્યા હતા.