સેલવાસ પાલિકા દ્વારા પંચાયત માર્કેટમાં ડીમોલેશન કાર્ય હાથ ધરાયું - Demolition was carried out in Panchayat
સેલવાસઃ દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત એક અઠવાડિયા પહેલા કલેક્ટરની અધ્યક્ષતામાં પંચાયત માર્કેટ બોમ્બે ગ્રેઇન સોસાયટી ઇન્દિરા નગરના લોકો સાથે મીટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કલેક્ટરે દરેકને નવા પ્રોજેકટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જે સંદર્ભે સેલવાસ નગરપાલિકા ચીફ ઓફિસરના આદેશ અનુસાર પંચાયત માર્કેટમા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ પંચાયત માર્કેટમાં અંદાજીત 150 દુકાનોનુ ડીમોલેશન કરવામા આવી રહ્યું છે. જેમાં પોલીસ ટીમનો પણ સહયોગ રહ્યો છે.