ખેડબ્રહ્મા નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણ દૂર કર્યા - ગેરકાયદેસર દબાણ
સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા એક સપ્તાહ અગાઉ જાહેર રસ્તા ઉપર કરાયેલા દબાણો દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી જો કે આજે નોટીસ પીરીયડ પૂરો થયાના પગલે પાલિકા દ્વારા દબાણો દૂર કરાતા ટૂંક સમય માટે હંગામો સર્જાયો હતો. જો કે પોલીસનો પહેલેથી જ ચુસ્ત બંદોબસ્ત હોવાના પગલે કોઇ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી તેમજ છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તા ઉપર થઈ રહેલા દબાણોને આજે દૂર કરવામાં પાલિકા સફળ રહી હતી સામાન્ય રીતે ખાનગી મિલકત ધારકો દિનપ્રતિદિન દબાણો વધારતા જાય છે જેના પગલે ટ્રાફિક સહિત કેટલીય સમસ્યાઓ ઊભી થતી હોય છે જોકે નગરપાલિકા દ્વારા એક સપ્તાહ અગાઉ તમામ મિલકત ધારકોને તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હોવા છતાં કોઈપણ પ્રકારનું એક્શન ન લેવાતા આજે પાલિકાએ ઘટનાસ્થળે પહોંચી તમામ દબાણો દુર કર્યા હતા તેમજ રસ્તાઓ ખુલ્લા કર્યા હતા જો કે ટૂંક સમય માટે સર્જાયેલા હંગામા બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હોવાના પગલે કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બની શક્યો નથી.