મોરબીમાં મેઘો મહેરબાન, ડેમી-3 ડેમ થયો ઓવરફ્લો - મોરબીમાં વરસાદ
મોરબીઃ જિલ્લામાં મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 71 મિ.મી, વાંકાનેરમાં 16 મિ.મી, હળવદમાં 04 મિ.મી, ટંકારા અને માળિયામાં 25 મિ.મી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સારા વરસાદને કારણે મોરબીના રણછોડનગર, શનાળા રોડ, સાવસર પ્લોટ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઇ હતી. આ ઉપરાંત પરષોતમ ચોકમાં વરસાદના કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેથી વૃક્ષ નીચે પાર્ક કરાયેલી કારને પણ નુકસાન થયું હતું.