ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતઃ કોરોનાથી રત્ન કલાકારના મોતમાં યોગ્ય તપાસ કરવા ડાયમંડ યુનિયને માગ કરી - ડાઈમંડ યુનિયન એસોસિએશન

By

Published : Jul 28, 2020, 6:26 PM IST

સુરત: સ્મીમેર હોસ્પિટલમાં 3 દિવસ અગાઉ કોરોનાની સારવાર લઈ રહેલા પુણાગામ વિસ્તારના રત્નકલાકારનું મોત નીપજ્યું હતું. આ રત્ન કલાકારને યોગ્ય સારવાર અને સુવિધા નહીં મળવાના કારણે મોત થયાના આક્ષેપ પરિવાર દ્વારા કરાયા હતા. જેથી આ અંગે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે આરોગ્ય પ્રધાનને શહેરના જાગૃત નાગરિકો અને પરિજનોએ ફરિયાદ કરી હતી, પરંતુ આરોગ્ય પ્રધાને સ્મીમેર હોસ્પિટલ સુરત મહાનગરપાલિકાના ચલાવા અંગે જણાવ્યું છે. આ સાથે જ એસોસિએશનના પ્રમુખે કસૂરવાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની સાથે મૃતક રત્ન કલાકારના પરિવારને આર્થિક સહાય પણ ચુકવવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટર કરી છે.

ABOUT THE AUTHOR

...view details