ગુજરાત

gujarat

ETV Bharat / videos

Diwali 2021 : રાજકોટમાં સ્વદેશી વસ્તુની માંગ વધી, મધ્યમ વર્ગના વેપારીઓમાં ખુશી - Diwali 2021 rajkot

By

Published : Nov 3, 2021, 9:35 PM IST

રાજકોટ: ચાલુ વર્ષે કોરોનાના કેસ કાબૂમાં આવતા રાજ્ય સરકાર દ્વારા દિવાળીની (Diwali 2021 ) છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે આ વખતે દિવાળી પર વોકલ ફોર લોકલની (Vocal For Local) અસરો કેવી જોવા મળી રહી છે. તે જાણવા માટે ETV BHARAT દ્વારા રાજકોટના લક્ષ્મી નગરમાં આવેલા લોકલ બજારમાં સ્થાનિક વેપારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના હોવાથી દિવાળીની ઉજવણી પણ યોગ્ય રીતે થઇ નહોતી, જ્યારે આ વર્ષે દિવાળીની ઉજવણી થઈ રહી છે, ત્યારે લોકોમાં સ્વદેશી વસ્તુઓની માંગ જોવા મળી રહી છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, લોકો પણ સ્વદેશી વસ્તુઓ તરફ વળ્યા છે અને ઘર સજાવટની વસ્તુઓ માટે માટી દ્વારા હાથથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરતા થયા છે. જેને લઇને સ્થાનિક વેપારીઓમાં પણ ખુશી મળી રહી છે. આ ઉપરાંત, વર્ષની દિવાળીમાં લોકો ચાઇનાની પ્રોડક્ટનો બહિષ્કાર કરી રહ્યા છે અને સ્વદેશી વસ્તુઓ અપનાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details